ભરૂચ શહેરના ભજ્જુવાલા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થીને મુંબઈની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને સાત ગઠિયાઓએ રૂપિયા 43 લાખનો ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.ભરૂચ શહેરના ભજ્જુવાલા સોસાયટીમાં રહેતા આદમવલી પટેલનો પુત્ર મોહસીન પટેલ એમ.બી.બી.એસની ડિગ્રી ધરાવે છે, જેને આગળ પોસ્ટ ગેજ્યુએટમાં અભ્યાસ કરવાનો બાકી છે. જેના પિતા પર ગત તારીખ-1-7-20ના રોજ રીતમ શર્માનો ફોન આવ્યો હતો અને મોહસીન પટેલને મુંબઈની સાયન લોક માન્ય તિલક હોસ્પિટલ અને કોલેજમાં એડમિશન અપાવવાની વાત કરી હતી.એડમિશન માટે ડો.રાકેશ વર્મા, લવકુમાર ગુપ્તા, વિશાલ રદરિયા સહિતના સાત ઠગોએ રૂપિયા 60 લાખમાં એડમિશન અપાવવાની વાત કરી હતી, જે બાદ 43 લાખમાં વાત નક્કી કરવામાં આવી હતી. એડમિશન માટેના 43 લાખ આદમવલી પટેલે અલગ અલગ બેન્ક એકાઉન્ટ અને આંગડિયા પેઢી મારફતે આપ્યા હતા, જે બાદ વિદ્યાર્થીનું એડમિશન ન કરાવી ગઠિયાઓએથે છેતરપિંડી કરી હતી. જે અંગે ભરૂચ બી-ડિવિઝન પોલીસે સાત ગઠિયાઓ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
ભરૂચના વિદ્યાર્થીને મુંબઇની કોલેજમાં એડમિશન અપાવવાના બહાને સાત ગઠિયાઓએ 43 લાખનો ચૂનો ચોપડ્યો..
Views: 77
Read Time:1 Minute, 33 Second