નેશનલ સેફટી દિવસે અંકલેશ્વરમાં કામદારની કિંમત કોડીની જોવા મળી હતી. વર્લ્ડ સેફટી દિવસે અંકલેશ્વર 40 થી 50 ઉપર સ્ટીમ લાઈન વિના સેફટી કામ કરતા કામદાર નજરે પડ્યા હતા. ઓવર હેડ સ્ટીમ લાઇન પર સેફટી બુટ કે સેફટી હેલમેટ કે હાર્નેસ વગર 2 કામદારો પાઇપ પર ગાર્ડ લગાવતા તેમજ એક કામદાર કલર કરતા જોવા મળ્યા હતા. અંકલેશ્વર જીઆઇડીસીમાં વિવિધ કંપની સ્ટીમ સપ્લાય કરતી કંપની કે તેના કામદારો કોન્ટેક્ટરની ચૂક તપાસનો વિષય બન્યો છે.જિલ્લા સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ માં સરપ્રાઈઝ ચેકિંગ કરે તો અનેક કંપનીમાં કામદાર સેફટી ચૂક સામે આવે એ વાત ચોક્કસ છે.આગામી એક સપ્તાહ સેફટી અંગે ની જાગૃતિ અંગે આયોજન અને કાર્યક્રમો યોજવામાં આવશે. વર્ષમાં માત્ર 4 માર્ચથી 11 માર્ચ સપ્તાહ સુધી જ કામદારો ચિંતા ઔદ્યોગિક સંકુલ સહીત વિવિધ એકમો જોવા મળે છે. ત્યારે નેશનલ સેફ્ટી દિવસ જ અંકલેશ્વરમાં કામદારોની સેફટી પ્રત્યેની ગંભીર બેદરકારીના દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ યુપીએલ 3 કંપની નજીક જાહેર માર્ગ પર ઓવર હેડ સ્ટીમ લાઈન પર 3 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા જે કામદારો 40થી 50 ફૂટ હાઈટ પર સ્ટીમ પાઇપ પર વિના હાર્નેસ તેમજ સેફટીના સાધનો બુટ હેલ્મેટ વગર નજરે પડ્યા હતા.કામદારો જરા પણ ચૂક થાય તો તેઓ નીચે પટકાઈ જવાની સંભાવના હતી. ઓવર હેડ સ્ટીમ લાઇન પર સેફટી બુટ કે સેફટી હેલમેટ કે હાર્નેસ વગર 2 કામદારો પાઇપ પર ગાર્ડ લગાવતા તેમજ એક કામદાર કલર કરતા જોવા મળ્યા હતા. ત્યારે અંકલેશ્વર ઈકો એનર્જી કંપની આ લાઈન હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે કંપનીના અધિકારી સંપર્ક કરતા તેઓ દ્વારા આ કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું.
નેશનલ સેફટી દિવસે અંકલેશ્વરમાં સેફ્ટી વિના જ કામ કરતા કામદારો
Views: 77
Read Time:2 Minute, 39 Second