જીત મળી પણ જશ્ન નહિ: ભરૂચની બંબુસર ગ્રામ પંચાયતમાં મૃતક સરપંચની પેનલના ચારેય સભ્યો વિજેતા…

Views: 87
0 0

Read Time:2 Minute, 54 Second

પેનલના 4 સભ્યો વિજેતા, જેમાં આબીદ પટેલને 100 ટકા મતસરપંચના ઉમેદવારના મૃત્યુને લઈ જીતનું જશન નહિ પણ ગમનો માહોલ

ભરૂચ તાલુકાના બંબુસર ગામે 4 ટર્મથી બિનહરીફ રહેતા સરપંચ ઉસ્માન પટેલનું ચૂંટણી પેહલા જ મૃત્યુ

શુક્રવારે નમાઝ પઢતી વખતે જ હાર્ટ એટેકનો હુમલો આવતા 54 વર્ષીય સરપંચ પદના ઉમેદવાર ઢળી પડતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

છેલ્લા 20 વર્ષથી ઉસ્માન પટેલ બિનહરીફ સરપંચ રહ્યાં હતાં

ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચૂંટણી પેહલા જ કરુણાંંતિકા સર્જાઈ હતી, છેલ્લી 4 ટર્મથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા 54 વર્ષીય ઉસ્માન પટેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે આજે મતગણતરીમાં મરહુમ સરપંચની પેનલના ચારેય સભ્યો વિજતા જાહેર થયા હતા. જેમાંથી એક સભ્યને તો 100 % મત મળ્યા હતા પરંતુ પોતાના સરપંચના મૃત્યુને લઈ ગામમાં જીતનું જશન નહિ મનાવવાનો નિર્ણય લેવાયો છે.

ભરૂચ તાલુકાનું બંબુસર ગામ 1200 ની વસતિ ધરાવે છે. ગામમાં છેલ્લા 20 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ગામ લોકો 4 ટર્મથી 54 વર્ષીય ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને બિનહરીફ તરીકે ચૂંટતા હતાં અને ગામમાં અનેક વિકાસના કામો પણ તેઓએ કર્યા હતા. જોકે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ સમીકરણો હતાં. 20 વર્ષ પછી ગામમાં ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયુ હતું. સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલે ઉમેદવારી નોંધાવી હતી. વિકાસશીલ પેનલમાંથી ઉમેદવારી કરનાર ઉસ્માનભાઈ શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદમાં ગયા હતા. નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું.

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર સાંજે શાંત થવાનો હતો. તે પેહલા જ સરપંચ પદના ઉમેદવારના નિધનથી ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આજે મંગળવારે મત ગણતરીમાં મરહુમ સરપંચની પેનલના ચારેય સભ્યો વિજેતા થતા તેઓમાં ખુશીના બદલે ગમનો માહોલ હતો. સભ્યોએ જીતનું જશન નહિ મનાવવાનું નક્કી કર્યું હતું. ગામમાં હજી પણ 20 વર્ષથી બિનહરીફ રહેતા સરપંચની અણધારી વિદાયને લઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર : સાહિલ પટેલ ભરૂચ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં પધારેલા હજરત સૈયદ હસન અશ્કરી મિયા સાહેબે દરગાહ શરીફની જિયારત કરી તેમજ મસ્જીદ ના નવનિર્મિત વુઝુંખાનાનું ઉદઘાટન કર્યું હતું...

Fri Dec 24 , 2021
Spread the love              પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં પધારેલા હજરત સૈયદ હસન અશ્કરી મિયા સાહેબે દરગાહ શરીફની જિયારત કરી તેમજ મસ્જીદ ના નવનિર્મિત વુઝુંખાનાનું ઉદઘાટન કર્યું હતું… ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં કિછોછવા શરીફથી પધારેલા સૈયદ હસન અશ્કરી મિયા સાહેબ બે દિવસ માટે સાંસરોદ […]

You May Like

Breaking News

error: Content is protected !!