નેત્રંગ માંડવી રોડ પર પાણીની ટાંકી પાસે મૃત મરઘાં ખુલ્લામાં નાંખી દેવાતાં રોષ
નેત્રંગ માંડવી રોડ ઉપર પાણીની ટાંકી નજીક કોઈ ઈસમો રાત્રીના સમયે 50 થી 60 જેટલા મૃત બોઈલર મરઘા કચરાના ઢગલામાં નાખી દેતા રોગચાળો ફેલાવાની દહેશતને લીધે રાહદારીઓમાં ઉહાપોહ જોવા મળ્યો હતો. સ્વામિનારાયણ મંદિર જતા ભક્તો અને વાહન ચાલકોની લાગણી દુભાય તેવા કૃત્યને લઈ વહીવટી તંત્ર દ્વારા આ ઘટનાની યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.
ઘણા વર્ષોથી વારીગૃહની બાજુમાં જાહેર માર્ગ ઉપર લારી ગલા અને મટન મછી વેંચતા લોકો તેમનો કચરો નાખી ગંદકી ફેલાવી રહ્યા છે પરંતુ આ વખતે તો મૃત મરઘાઓ જાહેરમાં નાખી દેતા અરેરાટી ફેલાય ગઈ હતી. એક સાથે 50 થી 60 મરેલા મરધા રોડ સાઇડ પર કચરામાં નાખતા સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા જતા ભાવિકભકતોની ધામિઁક લાગણી દુભાઇ છે. વારીગુહ ખાતે ફીલ્ટર પાણી લેવા આવતા તેમજ બાગમા ફરવા આવતા લોકો તેમજ આ વિસ્તારના રહીશોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.