ભરૂચ: દેરોલ ચોકડી પરથી હથિયાર સાથે એક ઈસમ ઝડપાયો
મોહંમદ સેરાજ અનવર નામના મૂળ દિલ્હીના અને હાલ આમોદમાં રહેતા ઇસમની ધરપકડ
2 પિસ્તોલ, 2 ખાલી મેગઝીન, જીવતા કારતુસ 19 સહિત 61 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ, હત્યાના અનેક બનાવો બન્યા છે અને અસામાજિક તત્વો લાયસન્સ વગર પિસ્તોલો અને છરી ચપ્પુ લઈને બિન્દાસ ફરી રહ્યા છે તે લોકોને જાણે પોલીસનો કોઈ ભયજ નથી તેમ ફરી રહ્યા છે.
તેવામાં મોહંમદ સીરાજ અંસારી નામના મૂળ દિલ્હીના ઇસમની લાયસન્સ વગર ગેરકાનૂનની સાધનો/હથિયારો સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.
બનાવ અંગે મળતી માહીતી અનુસાર ગઈકાલના રોજ બપોરના લગભગ 1 વાગ્યે સેરાજ અનવર ઉર્ફે સિરાજ અંસારી પોતાની પાસે રહેલ કાળી બેગમાં લાયસન્સ પરવાનગી વિનાના અગ્નિ શસ્ત્રો પૈકી પિસ્તોલ નંગ 02 જેની કિંમત રૂ 50,000/- સહિત 2 મેગઝીન કિંમત રૂ.400/-, કર્તીજ 19 જેની કિંમત 1900/- સહિત કુલ મુદ્દામાલ 61 હજાર ઉપરાંતનો મળી આવ્યો હતો. જેની લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ પોલીસને સોંપવામાં આવ્યો.