
ધવલ પ્રજાપતિ

જજ નીર્ઝર દેસાઈ
કેસ ની વિગત એવી છે કે મહિપતસિંહ નટવરસિંહ યાદવ ડેપ્યુટી કન્વરઝેટર ઓફ ફોરેસ્ટ ના હોદા પર ફરજ બજાવતા હતા તેઓ ભરૂચ ડિવિઝનના ઝઘડિયા ખાતે-૩૮ વર્ષ અને નવ મહિના સુધી નોકરી કર્યા પછી તેમને ઉંચાપટના ખોટા કેસમાં સસ્પેન્ડ કરવામાં આવેલ હતા વર્ષ-૨૦૧૩ માં સસ્પેન્ડ કરેલ ત્યારથી તેઓની ગ્રેજ્યુટી, કોમ્પ્યુટેશન પેન્શન, હાયર ગ્રેડ સ્કેલ અને ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવેલ હતું.
વર્ષ 2008 માં ઉચાપટ નો કેસ કરવામાં આવેલ હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી ફક્ત પ્રોવીજનલ પેન્શન મળતું આવેલ હતું. નામદાર ગુજરાત હાઇકોર્ટના જજસાહેબ નીર્ઝર દેસાઈ સાહેબેની કોર્ટ સમક્ષ મૂળ ભરૂચના વતની એડવોકેટ ધવલ પ્રજાપતિએ અરજદાર મહિપતસિંહ નટવરસિંહ યાદવ ના તરફે જુલાઈ ૨૦૨૪ માં કેસ દાખલ કર્યો અને તા.૧૬/૧૦/૨૦૨૪ ના રોજ ધારદાર દલિતો કરીને અરજદાર તરફે હુકમ મેળવ્યો છે.
સદર કેસને સરકાર દ્વારા મલીન ઇરાદે કેસને હથિયાર બનાવી વર્ષો સુધી પડતર મૂકી રાખી સમય પસાર કરતા આવ્યા હતા અને કેસનો નિકાલ ન લાવતા એડવોકેટ ધવલ પ્રજાપતિએ સરકારને રૂા.૫૦૦૦/- નો દંડ કરાવી અરજદાર તરફે ન્યાયિક પ્રક્રિયામાં ન્યાય અપાવી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ પહેલાં સરકારે તમામ રકમની ચૂકવણી ૧૨% ના વ્યાજ સહિત ચૂકવણી કરવા અંગેનો હુકમ કરાવી ન્યાય અપાવ્યો છે.