ભરૂચ તાલુકાના દેત્રાલ ગામમાં એક મકાનમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી છે અને માથામાં સામાન્ય ઈજાના કારણે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પરંતુ, તેનું મોત માથામાં ઈજાના કારણે થયું કે અકસ્માતે મોત થયું અને તે હત્યા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ભરૂચ તાલુકાનાં દેત્રાલ ગામે ડાહ્યા ફળિયામાં રહેતા જાકીર હશન દાઉદ પટેલ પોતાના ઘરમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા અને મૃતકનાં માથા પર ઈજા અને લોહી નીકળતું હોવાથી તેમનું મોત કોઈ બોદાર્થ પદાર્થ મારવાથી કે પછી પટકવાથી થયું છે તેનું રહસ્ય શોધવા માટે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં તાલુકા પોલીસ મથકનાં (Taluka Police Station) પી.આઈ પ્રકૃતિ ઝણકાટને કહ્યું હતું કે, મૃતકનાં મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તેમની હત્યા થઈ છે તે જાણી શકાયું નથી. મૃતદેહનું પીએમ કરાવવામાં આવ્યું છે. ત્યાર બાદ મૃતકની હત્યા કરવામાં આવી છે તેવું ફલિત થશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ માથામાં સામાન્ય ઈજા હોય અને હ્રદય રોગનાં (Heart Attack) હુમલાથી મોત થયું હોય તે દિશામાં અને તેમને માથામાં કેવી રીતે ઈજા થઈ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે અને મૃતક જયારે ઘરમાં હતા ત્યારે તેની પત્ની ઘરમાં હાજર ન હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેથી સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મૃતક જાકીર હશન દાઉદ પટેલનું મોત માથામાં થયેલી ઈજાના કારણે થયું છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે. અથવા તેમની મોત પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે. તે તો પીએમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. જો કે, આ મામલે પોલીસે (Taluka Police) પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.