અંકલેશ્વરમાં બી ડિવિઝન વિસ્તારમાં આવેલા હવા મહેલ પાસેની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે સ્થળ તપાસ કરીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વરના હવા મહેલને જોડતા માર્ગ ઉપર 24મી માર્ચના સવારના સમયે રસ્તાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એક યુવકનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ નજરે પડતા ભારે ચકચાર મચી હતી. ઘટના અંગેની જાણ સ્થાનિકો દ્વારા અંકલેશ્વર પોલીસ મથકે કરવામાં આવતા ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લાશનું પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, રસ્તાની બાજુમાંથી આવેલા મૃતદેહને જે પ્રકારે ઇજા પોહોંચી છે. તે જોતા પ્રથમ દૃષ્ટિએ આ યુવકની હત્યા કરાઈ હોવાનું આશંકા સેવાઇ રહી છે. જેનું કારણ કે મૃતદેહ નજીક લોહીના ધબ્બા વાળો પથ્થર મળી આવતા યુવકની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે. હાલ તો પોલીસે ગુનો નોંધીને આ મામલે મૃતકના વાલી વારસોની શોધખોળ આરંભી છે.
અંકલેશ્વરમાં હવા મહેલ નજીક ખુલ્લા સ્થળેથી એક યુવકનો મૃતદેહ મળ્યો; પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો
Views: 77
Read Time:1 Minute, 38 Second