સતત બીજા દિવસે પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી વહ્યું…

અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી આમલાખાડી ઠલવાઇ રહ્યું છે. ઝઘડિયાની લાઈન બંધ છે તો બીજા દિવસે કેમિકલ ક્યાંથી આવ્યું તેવા સવાલ ઉઠ્યા છે. નોટીફાઈડ વિભાગે ઝઘડિયા ઔદ્યોગિક વસાહતની લાઈનમાંથી પ્રદુષિત પાણી આવ્યું હોવાના કરેલા ઘટસ્ફોટ સામે પણ સવાલ ઉભા થયા છે. બંને એસેટ એખબીજા પર દોષનો ટોપલો ઠાલવે છે. ત્યારે પર્યાવરણ પ્રેમીનો સવાલ પ્રદુષિત પાણી ગમે ત્યાં નું હોય આમલાખાડી જતું અટકાવે નહીં તો કાયદાકીય પરિણામ ભોગવવા તૈયારી દાખવે તેવી ચીમકી ઉચ્ચારી છે. જીપીસીબી, નોટીફાઈડ અને એનસીટી મોનીટંરીગ પીળા રંગના પાણી શોધવા એસેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.બીજા દિવસે વહેલી સવારથી જ આમલાખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા મળી હતી. વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાસેથી અને પમ્પીંગ સ્ટેશન પાછળથી એફ્લુઅન્ટ ખાડીમાં જતું હતું. નોટિફાઇડ હદ-વિસ્તારમાંથી વરસાદી પાણીની સાથે મોટા પ્રમાણમાં પીળા કલરનું પ્રદુષિત પાણી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડીમાં જતું હતું જેથી ખાડી પ્રદુષિત થઈ હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળે જીપીસીબી અને નોટિફાઇડ વિભાગને જાણ કરી હતી.પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે 24 કલાક બાદ ફાઇનલ પમ્પીંગ સ્ટેશન પાસેથી વહેતું પ્રદુષિત પાણી પણ એજ પરિસ્થિતિમાં વહે છે. જે સાબિત કરે છે કે આ પ્રદુષિત પાણીને રોકવામાં કોઈને રસ નથી.પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ પણ નક્કી કરી શકાતું નથી. ઝગડિયા વસાહતનું છે કે અંકલેશ્વર વસાહતનું છે એના માટે અલગ અલગ દાવાઓ અને પુરાવા રજુ કરવામાં આવી રહ્યા છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ રેલવે સ્ટેશને જયપુર ટ્રેનમાં આવી રહેલી મોડલ સાથે અશ્લીલ હરકત કરનારા યુવાનની ધરપકડ...

Fri Sep 17 , 2021
ભરૂચના રેલવે સ્ટેશને જયપુર ટ્રેનમાં આવી રહેલી મુંબઈની મોડલની એક યુવાને છેડતી કરી હતી. ટ્રેનમાં રાત્રીના સમયે મોડેલ સુતી હતી તે દરમિયાન ઈસમે મોડલની ચાદર ખેચી પગ ઉપર હાથ ફેરવી અશ્લીલ હરકતો કરતો હતો. જેથી મોડેલે બુમાબુમ કરતા આરપીએફનો સ્ટાફ દોડી આવી યુવાનને ઝડપી લીધો હતો. મુંબઈમાં રહેતી 24 વર્ષીય […]

You May Like

Breaking News