કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મકરસંક્રાંતિ 2021 દરમિયાન પતંગ કે દોરી ન વેચવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્દેશ જારી કરવામાં આવ્યા..

Views: 85
0 0

Read Time:3 Minute, 40 Second

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મકરસંક્રાંતિ 2021 દરમિયાન પતંગ કે દોરી ન વેચવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.

જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશો સિવાય અન્ય કોઈ વ્યક્તિ ધાબા પર પતંગ ચગાવી શકશે નહિ. હાઇકોર્ટે સરકારને સહેજ સુધારા સાથે આ મુદ્દે પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે. ઉત્તરાયણને લઈને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયેલા નિર્દેશ

1. જાહેર સ્થળો-રસ્તાઓ અ્ને ખૂલા મેદાનો પર પતંગ ચગાવવાની મંજૂરી નહીં.

2. કોરોનાના પગલે ઉત્તરાયણની ઉજવણી માત્ર કુટુંબની નજીકના સભ્યો સાથે જ કરવાની રહેશે.

3. માસ્ક વિના કોઇ પણ વ્યક્તિઓ પતંગ ચગાવવા માટે સોસાયટી-ફ્લેટના ધાબા પર ભેગા થવાનું નહીં.

4. ફરજિયાત સામાજિક અંતરના નિયમો અને સેનિટાઇઝર્સની વ્યવસ્થા કરવાની રહેશે.

5. ફ્લેટ કે સોસાયટીના રહીશો સિવાયના કોઇ મેમ્બર્સ-મહેમાનોને ધાબા-અગાશી પર મંજૂરી નહીં. જો આ નિયમનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને જવાબદાર ગણી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

6. ફલેટ કે સોસા.ના ધાબા પર મોટી સંખ્યામાં લોકોના મેળાવડા પર પ્રતિબંધ.

7. લાઉડસ્પીકર્સ, ડીજે અને મ્યુઝિક સિસ્ટમનો વપરાશ કરવો નહીં.

8. 65 વર્ષથી વધુની વ્યક્તિઓ, કો-મોર્બિડિટીઝ સાથેની વ્યક્તિઓ, ૧૦ વર્ષથી નાના બાળકોને ઘરની અંદર રહેવાની ભલામણ.

9. રાઇટિંગ, સ્લોગન કે કોઇ પ્રકારના ફોટા પતંગ પર લગાવવા નહીં, જેથી કોઇની ભાવનાઓને ઠેસ ન પહોંચે.

10. ચાઇનિઝ તુક્કલ, સિન્થેટિક કાંચ અ્ને પ્લાસ્ટિકના માંજા(દોરી) પર પ્રતિબંધ.

11. રાયપુર, જમાલપુર, ટંકશાળ, નરોડા વગેરે વિસ્તારોમાં ભરાતા પતંગબજારોમાં જતાં લોકોએ કોવિડ પ્રોટોકોલ્સનો અમલ કરવાનો રહેશે. પોલીસને મદદરૂપ થવાના રહેશે.

12. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતે રાત્રિ કરફ્યૂ માટેના નિયમોનો કડક અમલ કરવાનો રહેશે.

13. ડ્રોન, સીસીટીવીની મદદથી ઉક્ત તમામ નિયમોની અમલવારી થાય છે કે કેમ તેનું સઘન પેટ્રોલિંગ અને સર્વેલન્સ રખાશે.

14. જો કોઇ વ્યક્તિ આ નિયમો, સૂચનોનો ભંગ કરતાં જણાશે તો તેની સામે આઇપીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે દંડાત્મક કાર્યવાહી થશેગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશમાં નોંધ્યું કે તેઓ કોઈની આજીવિકા પર તરાપ મારવા માંગતા નથી. પરંતુ કોરોના ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના નિર્દેશોને વાજબી ગણાવ્યા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ : કલાદરા ગામનાં માલધારી સમાજનાં આગેવાનોએ ખરાબાની જમીન ખોદકામનો ઠરાવ ના મંજૂર કરવા અંગે કલેકટરને આવેદન..

Mon Jan 11 , 2021
Spread the love             ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકામાં કલાદરા ગામમાં સર્વે નં.74 માં ગ્રામપંચાયત દ્વારા આ જમીનમાં માટીના ખોદકામ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે ઠરાવ પરત ખેંચવા આ વિસ્તારનાં માલધારી સમાજે કલેકટર સમક્ષ રજૂઆત કરી છે. આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર વાગરાનાં કલાદરા ગામમાં મોટા ભાગના પશુપાલકો વસવાટ કરે છે. […]

You May Like

Breaking News

error: Content is protected !!