0
0
Read Time:1 Minute, 3 Second
કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિની દ્વારા રાજપારડી ખાતે બેઠકનુ આયોજન કરવામા આવ્યું હતુ, ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તેમજ જીલ્લા યુવા કોંગ્રેસ ઉપ પ્રમુખ ધનરાજ વસાવા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધરમેન્દ્ર છાસટીયા, ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રાણાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી ફેબ્રુઆરીના ત્રીજા ચોથા સપ્તાહમાં ચૂંટણીઓ યોજવા જય રહી છે. ત્યારે રાજકીય પક્ષોએ સંગઠનાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી છે.