ભાજપને બાય-બાય:સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલને જ ભાઈનો “સહકાર” ન મળ્યો, વલ્લભ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો

Views: 68
0 0

Read Time:3 Minute, 46 Second

રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વરના MLA ઇશ્વરસિંહના ભાઈ વિજયસિંહે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે રાજીનામુ આપી ભાજપને રામ રામ કહી દીધા હતા. હવે 2022ની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ગુરૂવારે વિજય પટેલ કોંગી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ પેહરી વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, 2022ની ચૂંટણીમાં તેઓ અંકલેશ્વર બેઠક પરથી કોંગ્રેસની ટીકીટ મેળવી ભાઈ સામે મેદાનમાં ઉતરી શકે છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJP દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના અને 3 ટર્મથી ચૂંટાતા આગેવાનને ટિકિટ નહિ આપવાનો ફોર્મ્યુલો જાહેર કર્યો હતો. જેથી ભરૂચ જિલ્લામાંથી રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના મોટાભાઈ વિજય પટેલે ગત 4 ફેબ્રુઆરીએ BJP સભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ 9 ફેબ્રુઆરીએ હાસોટ APMC પ્રમુખ પદેથી પણ ધરાર રાજીનામું આપી દીધું હતું.અંકલેશ્વરના BJPના ધારાસભ્ય અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજય પટેલ કે જેઓ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે. તેઓએ BJPમાંથી 4 ફેબ્રુઆરીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. તેઓએ સ્થાનિક નેતાઓ પર ભ્રષ્ટાચારના કથિત આરોપો પણ મુક્યા હતા.ભાજપમાંથી હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યારબાદ જિલ્લા પંચાયતના સભ્ય બનનારા વિજય ઠાકોરભાઈ પટેલે આગાઉ અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું. તેઓએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ મીડિયા સમક્ષ સ્થાનિક નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા. તેઓએ સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપુર હોવાના આક્ષેપો કર્યા હતા. તેમજ તેઓ પક્ષની વિચારધારા સાથે પણ સહમત ન હોવાનું જણાવ્યું હતું. તેઓ બાદમાં હાંસોટ APMCમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા.વિજય પટેલ ગુરુવારે વિધિવતરીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા હતા. અમદાવાદમાં વિજય ઉર્ફે વલ્લભ પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કમળ છોડ્યા બાદ કોંગ્રેસના પંજા સાથે હાથ મિલાવનારા સહકાર મંત્રીના ભાઈ વિજય પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હરહંમેશ ગરીબો, ખેડૂતો સહિત જન જનને વરેલી રહી છે, હું કોંગ્રેસની આ વિચારધારા અને લોક કલ્યાણના કામ સાથે સહમત થઈ કોંગ્રેસમાં જોડાયો છું. ભાજપમાં નર્યા દંભ, ભ્રષ્ટાચારને આગામી સમયમાં લોકો સમક્ષ લઈ જઈ કોંગ્રેસ તરફ ફરી લોકોને વાળવાનો પ્રયત્ન કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સ્કવોર્ડ દ્વારા વાહનો ટોઇંગની કામગીરી સામે વિરોધ...

Fri Sep 3 , 2021
Spread the love             અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સ્કવોર્ડ દ્વારા વાહનો ટોઇંગની કામગીરી સામે વાહન ચાલકોએ વિરોધ નોંધાવી નગર પાલિકા અને પોલીસ તંત્ર પહેલા ટ્રાફિક પોઈન્ટનું મેપિંગ કર્યા બાદ દંડની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.ભરુચ-અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનો સામે દંડનીય કાર્યવાહી અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ […]

You May Like

Breaking News

error: Content is protected !!