ભરૂચ શહેરમાં ટ્રાફીક નિયમો ભંગ કરનાર સામે નેત્રમ ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે. આવા વાહન ચાલકોને ઇ-મેમો પાઠવી દંડ કરાય છે, પરંતુ કુલ – ૧૦૪૭૧ વાહન ચાલકો ઈ-મેમો ન ભરતા હોવાનું જણાતાં કોર્ટ નોટિશો પાઠવાઈ છે. તેમની સામે ૯ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ લોક અદાલતમાં કાર્યવાહી થશે. જો કોઈ વાહન ચાલક બાકી રહેતા ઇ-મેમો ભરવા ઈચ્છતા હોય તો તા. ૦૮-૦૯-૨૦૧૩ સુધી ભરવા તાકીદ કરાઈ છે. ભરૂચ શહેરી વિસ્તારમાં પોલીસની નેત્રમ ટીમ ધ્વારા મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફીક નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ઇ-મેમાં ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણા લોકો આ મેમો આવ્યા બાદ દંડ ભરતા નથી આવા લોકો વિરૂધ્ધ કાયદેસરના પગલા લેવાનું આયોજન કરાયું છે.તા.૦૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરાયું છે. જેમાં ભરૂચ જીલ્લામાં નૅઝમ ધ્વારા ઈસ્યુ કરવામાં આવેલ ઈ-મેમા પૈકી જે વાહન ચાલકોના ઇ-મેમાના દંડ આજ-દિન સુધી ભરાયા નથી તેવા વાહન ચાલકો સામે ભરૂચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ઘ્વારા રૂ।. ૪૦,૮૫,૩૦૦/- વસુલવા માટે કુલ ૧૦૪૭૧ નોટીશ મોકલવામાં આવી છે.આથી જે વાહન ચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમને તા.૦૮ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પોલીસ અધીક્ષકની કચેરી, સીવીલ લાઇન, કાળી તલાવડી નજીક, ભરૂચ-૩૯૨૦૦૧ ખાતે ભરી શકાશે આ ઉપરાંત http://echallarinavrrent.iarat.gov.in અને https://ecallin.parivahan.gov.in પર ઓનલાઇન ભરી શકાશે તથા તા.૦૯-૦૯-૨૦૨૩ ના રોજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ, રૂમ નં.૧૨૧, પ્રથમ માળ, જીલ્લા ન્યાયાલય સંકુલ, કણબીવગા,ભરૂચ ખાતે પણ ભરી શકાશે. વધુમાં ઇ-મેમો ૯૦ દિવસની અંદર ભરવામાં નહી આવે તો તેવા ઈ-મેમો જે તે ટ્રાફીક કોર્ટમાં મોકલી આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં 40 લાખ રૂપિયાથી વધુની રકમના ઈ-મેમો પેન્ડિંગ, 10,471વાહનચાલકોને નોટિસ ફટકારાઈ
Views: 132
Read Time:2 Minute, 35 Second