પાનોલી જીઆઇડીસીમાં સંજાલી ગામ નજીક હિન્દુસ્તાન પેકેજીંગ કંપનીએ જાહેર માર્ગ પર કંપનીનો વેસ્ટ સળગાવી દીધો હતો. આ વેસ્ટમાં રહેલી બોટલ બ્લાસ્ટ થઈને આડેધડ ઉછળી હતી. જોકે એક જાગૃત નાગરિકે ત્વરિત આગ ઓલવી જીપીસીબીને જાણ કરતા ટીમે સ્થળ તપાસ કરી કંપનીને નોટિસ આપી હતી.અંકલેશ્વરના પાનોલી GIDCમાં પુનઃ એકવાર કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. પાનોલી જીઆઇડીસીમાં સંજાલી ગામને અડીને આવેલી હિન્દુસ્તાન પેકેજિંગ કંપની દ્વારા પોતાના કંટામીનેન્ટ વેસ્ટ બોટલ અને કચરાનો જાહેર માર્ગ પર કંપની નજીક નિકાલ કરી સળગાવી દીધો હતો. જાહેરમાં સળગતા કચરામાં તીવ્ર વાસ સાથે અંદર રહેલા સ્પ્રે પ્રકારની બનાવટ બોટલો પણ સળગાવી હતી. જે બોટલો બ્લાસ્ટ થવાની સાથે સાથે દૂર દૂર સુધી ઉડીને પડી હતી. જે અંગે સ્થાનિક જાગૃત નાગરિક દોડી આવ્યા હતા.નાગરિકોઓએ પાણી લાવી આગને ઓલવી નાખી હતી. સદનસીબે આ બોટલો કોઈને ન વાગી હતી. કંપનીની આ ગંભીર બેદરકારીની જાણ GPCB વિભાગમાં કરવામાં આવતા મોનીટરીંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી. આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય કુમાર રાખોલીયાએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાન પેકેજિંગ દ્વારા ગંભીર બેદરકારી દાખવી બિન અધિકૃત રીતે કન્ટામીનેટેડ વેસ્ટનો નિકાલ સળગાવી કર્યો હતો. જે અંગે કંપનીને સ્થળ નોટિસ ફટકારી આ અંગે વડી કચેરીએ રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે.
કંપનીએ જાહેર માર્ગ પર વેસ્ટ સળગાવી નિકાલ કર્યો:પાનોલી GIDCમાં હિન્દુસ્તાન પેકેજીંગ કંપનીની વેસ્ટ બોટલો બ્લાસ્ટ થઈ હવામાં ફંગોળાઈ; જાગૃત નાગરિકે આગ ઓલવી GPCBને જાણ કરી
Views: 112
Read Time:2 Minute, 8 Second