અંકલેશ્વર તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ તેની 12 વર્ષની સગીરાને પીંખી નાખી હતી. છેલ્લા ત્રણ મહિનામાં સગીરા પર પિતાએ અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. જેની જાણ સગીરાની માતાને થતે તેણે પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. જેથી પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી પિતાની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.અંકલેશ્વર તાલુકાના એક ગામમાં પિશાચ બનેલા પિતાએ તેની માસુમ પુત્રીને પીંખી નાખી પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 12 વર્ષની સગીરા છેલ્લા 3 મહિનાથી વારંવાર દુષ્કર્મનો ભોગ બની હતી. બાળકીના શરીરને પીંખતા આ પિશાચી પિતા સામે બાળકી કોઈને હકીકત પણ જણાવી શક્તિ ન હતી અને ચુપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી હતી. પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે તે બાળકીને માર મારી ભયમાં રાખતો હતો. બે દિવસ અગાઉ માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતા પૂછપરછમાં પિતાની કરતૂતનો પર્દાફાશ થયો હતો. જેથી માતા દીકરીને લઈ પોલીસ પાસે પહોંચી હતી અને ઘટના અંગે માતાએ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું
Views: 96
Read Time:1 Minute, 44 Second