ભરૂચમાં IPL પર સટ્ટાબેટિંગ રમતા બે ઝડપાયા, નબીપુરનો “સોલી” વોન્ટેડ
નબીપુરનો કુખ્યાત સટ્ટોડીયો સોલી સહિત મીલિત મોદી વોન્ટેડ
SOG એ પશ્ચિમ વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટાની લિંક મેળવી પંજાબ અને હૈદરાબાદની મેચ ઉપર બેટિંગ કરતા પકડ્યા
ઓનલાઇન એપ્લીકેશન Beet777.Com, Radhe Exch.Com અને Silver Exch.Com પર રમાતો હતો સટ્ટો
IPLસિરીઝ શરૂ થવા સાથે જ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ક્રિકેટના ઓનલાઈન સટ્ટા બેટિંગ અને સટ્ટોડીયા ઉપર ખાસ વોચ રાખી રહી છે. પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં 3 લિંક મેળવી સટ્ટો રમતા 2 સટ્ટોડિયાને પોલીસે પકડી લીધા છે.
નબીપુરનો કુખ્યાત સટ્ટોડિયા સુલેમાન પટેલ ઉર્ફે સોલી ફરી ક્રિકેટના સટ્ટામાં ફરી પોલીસની રડારમાં આવ્યો છે. ભરૂચ SOG હાલ ચાલી રહેલી IPL ની સિરીઝમાં ઓનલાઈન સટ્ટા અને સટ્ટોડીયા ઉપર વોચ રાખી રહી હતી.
ભરૂચમાં કેટલાક જુગારીયા મેચની હારજીત , રન , ફોર – સિક્સ , વિકેટ વિગેરે પર ઓનલાઇન મોબાઈલ ઉપર જુગાર રમતા હોય ચોકકસ આધારભુત માહિતી આધારે SOG PI અને ટીમે ભરૂચની ભજ્જુવાલા સોસાયટી ખાતે ચેક કરતા મહંમદ જાવીદ પટેલ સટ્ટો રમતા ઝડપાઇ ગયો હતો.
પંજાબ કીંગ્સ – સનરાઇઝ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ઓનલાઇન એપ્લીકેશન Beet777.Com તથા Radhe Exch.Com દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેંટીંગનો હાર જીતનો જુગાર રમતા પકડાતા 2 મોબાઈલ સાથે ધરપકડ કરાઇ હતી. એપ્લીકેશન લીંક નબીપુરના કુખ્યાત સુલેમાન પટેલ ઉર્ફે સોલી પાસેથી મેળવી Beet777.Com ની એપ્લીકેશન લીંક મીલીત મોદીને આરોપીએ આપી હતી
SOG ની બીજી રેઇડમાં ભરૂચની મદીના હોટલ પાસે ઇમરાન અહમદ મેમણ ઓનલાઇન એપ્લીકેશન Silver Exch.Com દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેંટીંગનો જુગાર રમતા સ્થળ પરથી મળી આવ્યો હતો. જેની પાસેથી એક મોબાઈલ કબ્જે કરાયો હતો. જેને પણ લીંક નબીપુરના સોલીએ મોકલી હતી. એસઓજી એ સોલી અને મિલિત મોદીને વોન્ટેડ જાહેર કરી તેમની તપાસ હાથ ધરી છે.