સેવા સેતુના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ ઘરઆંગણે પહોંચી…. – નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ઝાડેશ્વર ખાતે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શનિવારઃ- સમગ્ર રાજયમાં સેવાસેતુ કાર્યક્રમનો સાતમા તબકકાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું દિપ પ્રજવલન કરી ખુલ્લો મૂકયા બાદ નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીની યોજનાઓના લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે સરકારશ્રી ધ્વારા સેવાસેતુના કાર્યક્રમ થકી ઉમદા કાર્ય કરવામાં આવી રહયું છે તેમણે સેવાસેતુના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ ધરઆંગણે પહોંચી છે તેમ જણાવી આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી એન.આર.પ્રજાપતિ,જિલ્લા પંચાયતના સભ્યશ્રી શૈલાબેન પટેલ, તાલુકા પંચાયતના સદસ્યો સર્વશ્રી કૌશિકભાઇ પટેલ,અરવિંદભાઇ વાધેલા,વિપુલભાઇ પટેલ, મામલતદાર- ભરૂચ ગ્રામ્ય, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.