ગુજરાત ભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહ્યા.
બોટાદ જિલ્લામાં પાંચ વિશિષ્ટ સન્માનો અપાયા..!
ગુજરાત ભરમાં પત્રકાર એકતા પરિષદનું સંગઠન કાર્યરત છે. સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લા અને 250 થી વધારે તાલુકાઓમાં પત્રકારોની કારોબારી સાથેના આ સંગઠનમાં હજારો પત્રકારો જોડાયેલા છે. ત્યારે સમગ્ર ગુજરાતના 31 જિલ્લાઓમાં પત્રકાર મહા અધિવેશન યોજાઈ ગયા છે ત્યારે આજરોજ ગુજરાતનું 32 મું મહા અધિવેશન બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા રોડ ખાતે યોજાયું. પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા ના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ,મહામંત્રી,મંત્રી,આઈટી સેલ,મહિલા વિંગના હોદ્દેદારો,ઝોન પ્રભારી, જિલ્લા પ્રમુખો સહિતના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. બોટાદ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણી રાજકીય આગેવાનો,પદા અધિકારીશ્રી ઓ, આર એમ પી બેરિંગ્સ અને ટેક્સ પીન બેરિંગ્સ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહિ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમંત્રિત તમામ મહેમાનોનું પુષ્પ ગુચ્છ સાલ અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.બોટાદ જિલ્લા માટે ગોરવ રૂપ પાંચ સંસ્થાઓ વ્યક્તિ ઓનું વિશિષ્ટ સન્માન કરાયું. 33 વર્ષથી ગઢડા સ્વામીના ખાતે નીકળતી ભગવાન જગન્નાથજીનની રથયાત્રાએ ગુજરાત ભરમાં બોટાદનું નામ રોશન કર્યું છે. ત્યારે રથયાત્રા વતી પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરાને સન્માનિત કરાયા, વાત્સલ્ય નિરાધાર ફ્રી ટિફિન સેવા ગ્રુપને,સમર્પણ ગ્રુપ બોટાદ, માનવ મંદબુદ્ધિ સેવાશ્રમ સમઢીયાળા ને વિવિધ માનવ સેવાકીય પ્રવૃતિ માટે જ્યારે કાજલબેન બોળીયા ને પેરા ઓલમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માનિત કરાયા હતા.
આ અધિવેશન નો પ્રારંભ સંતો,મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાયો,ત્યારબાદ રાષ્ટ્ર ગીત બાદ શસ્ત્ર પૂજન દશેરા નો ખાસ કાર્યક્રમ એટલે પેન નું પૂજન કરાયું, સંતો એ આશીર્વાદ આપ્યા,શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહી,પત્રકારો ને પ્રોત્સાહિત કરવા તેમજ માર્કેટ યાર્ડ ચેરમેન તેમજ જિલ્લા સંઘના ચેરમેન ની હાજરી,એમનું સન્માન કરી,રામન ભરવાડ ના સુમધુર કંઠે ગીત નો આનંદ લૂંટયો હતો..
કાર્યક્રમ માં ગુજરાત ભર માંથી પ્રદેશ,ઝોન,જિલ્લા ના હોદ્દેદારો, મહિલા વિંગ,લીગલ વિંગ ના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી,કાર્યક્રમ ને સફળતા અપાવી હતી..
અહેવાલ : કમલેશ પટેલ પાટણ