Read Time:1 Minute, 30 Second
કરજણ તાલુકાના વલણ ગામે ચોમાસામાં અતિ ભારે વરસાદના કારણે વલણ થી પાલેજ નો મુખ્ય માર્ગ બિસ્માર બનતા તેમજ મોટા ભુવાઓ પડવાના કારણે રાહદારીઓ અને ગામજનો મુંજવર માં હતા તે દરમિયાન પંચાયત તેમજ તાલુકા સદસ્ય ઉસ્માનભાઈ ઉઘરાદાર અને સામાજિક કાર્યકર્તા મુનાફ ભાઈ આકુબત ના અર્થાર્ત પ્રયત્નોથી તેમજ ઘાળદાર રજૂઆતોથી પી.ડબલ્યું.ડી દ્રારા પેચિંગ વર્ક હાથ ઘરાયું ગામજનોમાં હાસ્કારો જોવા મર્યો.તેમજ અતિભારે વરસાદના કારણે વલણ દેથાણ માર્ગ ઉપર અને વલણ પાલેજ માર્ગ ઉપર પાણીના નાળા બિસ્માર થવાને કારણે રાત્રીના સમયે રાહદારીઓને પડતી મુશ્કેલી ને ઘ્યાંને લઇ વલણ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ તેમજ માજી સરપંચ મુસ્તાક ટટુ તેમજ તાલુકા સદસ્ય ઉસ્માન ઉઘરાદાર સમાજ સેવી એવા મુનાફ આકુબતનાઓ ના અર્થાર્ત પ્રયત્નો થી નાળાનું સમાર કામ નું કાર્ય કરવામાં આવ્યું તે માટે ગામજનોએ ગામના સેવાભાવીઓનો આભાર વ્યક્ત કર્યો...
તસ્લીમ પીરાંવાલા…. વલણ…