

સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહીની હેરાફેરી/વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા વધુ માં વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઈ અસામાજીક પ્રવૃતી જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.
કૃણાલ પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓ ધ્વારા તાબાના અધિકારીશ્રી તથા સ્ટાફને વધુ માં વધુ વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અરસકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સુચના/ માર્ગદર્શન આપેલ જે આધારે ગઇકાલ તા.૦૧/૧૦/૨૦૨૪ ના રોજ એલ.સી.બી. ટીમના (૧) અ.હે.કો. ભુપતભાઈ વિરમભાઈ બ.નં. ૧૦૧૯ (૨) આ.પો.કો. વિનોદકુમાર કિશનસિંહ બ.નં.- ૨૪૫ નાઓની બાતમી હકિકત આધારે કરજણ પો.સ્ટે. વિસ્તારના ને.હા.નં. ૪૮ ભરુચથી વડોદરા તરફની ટ્રેક ઉપર માંગલેજ ચોકડી આગળ GPEL (ગુજરાત પરપેક્ટ એન્જીન્યરીંગ લી.) કંપની સામેના રોડ ઉપરથી એક અશોક લેલન ગાડી નં. GJ-27-TD-4415 ને એલ.સી.બી. ટીમ ધ્વારા ઝડપી પાડી ગાડીમાં ડ્રાઇવર એકલો જ હોય તેને સાથે રાખી ગાડીની સાઇડમાંથી તાડપત્રી ઉંચી કરી જોતા તેમાં પુઠાના બોક્ષ હોય જેમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશીદારૂની નાની પ્લાસ્ટીકની બોટલો ભરેલ મળી આવેલ જેથી ડ્રાઇવરનું નામઠામ પુછતા રાજેશ પરમેશ્વરદાસ મુળ રહે, અભીમાનપુર તા.આનંદપુર થાણા બહેરી જી.દરભંગા બીહાર તેમજ હાલ રહે, મહાલક્ષ્મી તળાવ, બચુભાઈકુવા, વટવા, અમદાવાદ નો હોવાનું જણાવતા તેના કબ્જાની ગાડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ પેટી નંગ- ૯૪૭ જેમા કુલ બોટલ નંગ ૪૫,૪૫૬ જેની કિ.રૂ. ૪૫,૪૫,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા. ૫,૦૦૦/- તથા અશોક લેલન ગાડી કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા તાડપત્રી કી.રૂ. ૧૦૦૦/- તથા દોરડુ કી.રૂ. ૧૦૦/- વિગેરે મળી કુલ રૂ.૫૫,૫૧,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
ઉપરોકત પકડાયેલ ડ્રાઇવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવેલ છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પુછપરછ કરતા આ વિદેશીદારૂનો જથ્થો દુબે નામના ઇસમે ગોવા-કોન્ડા રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલપંપ પાસેથી ઉપરોક્ત અશોક લેલન ગાડી લઇ જઇ તેમાં આ વિદેશીદારૂનો જથ્થો ભરી લઇ આવી આપેલ હતો અને વડોદરા ગોલ્ડન ચોકડીથી જમણી બાજુ વળીને ફોન કરવા જણાવેલ હોવાની હકિકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે…
તસ્લીમ પીરાંવાલા… કરજણ…