Read Time:1 Minute, 44 Second
દાહોદ જિલ્લાના એક તાલુકામાં પ્રાથમિક શાળામાં બાળકી ની હત્યા ને લઈને બાળકી ના પીડીત પરિવાર ને સાંત્વના આપવા ગામમાં નેતાઓનો મેળાવડો જોવા મળે છે ત્યારે આજે ગુજરાત સરકાર નાં શિક્ષણ મંત્રી કુબેર ડીડોર અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દ્રારા બાળકી ના પીડીત પરિવાર ની મુલાકાત લીધી હતી
ભાજપના તમામ કાર્યકરો અને ઉપસ્થિત રહેલા આગેવાનો દ્વારા આ માસુમ બાળકીની દિવ્ય આત્માને મોક્ષ મળે તે માટે પાંચ મિનિટનું મોન ધારણ કરવા માં આવીયુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના એક તાલુકામાં આવેલાં એક પ્રાથમિક શાળા માં ધોરણ ૧ મા અભ્યાસ કરતી છ વર્ષ ની બાળકી સાથે જે બન્યું છે તેમાં હત્યા કરી મોતને ઘાટ ઉતારનાર શાળા ના આચાર્ય ગોવિંદ નટ ને ગણતરી નાં કલાક માં જ દાહોદ પોલીસ દ્વારા ઘરપકડ કરી લેવામાં આવી છે વિવિધ પાર્ટી ના નેતાઓ બાળકી ના પીડીત પરિવાર ને સાંત્વના પાઠવા માટે પોહચીયા હતા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા બાળકી ના પીડીત પરિવાર ને દિલાસો આપ્યો હતો.