વડોદરા ગ્રામ્યના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૧૯૭૦૦૫૨૪૦૭૭૫/૨૦૨૪ બી.એન.એસ કલમ ૭૦(૨),૩૦૯(૪),૩૫૧(૩),૬૫(૧),૫૪ તથા પોક્સો અધિનીયમ કલમ ૧૦,૯(જી), ૬, ૫(જી), ૧૨, ૧૧, ૧૭, ૧૬ મુજબનો ગુનો તા.૦૫/૧૦/૨૦૨૪ ના રોજ નોંધાયેલ. આ ગુનાના ભોગ બનનાર ફરીયાદી/સગીરાએ પોતાની ફરીયાદમાં ફરીયાદ જાહેર કરી જણાવેલ કે. તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ ફરીયાદી/સગીરા તેના મિત્ર સાથે ગોત્રી ખાતે ભેગા થઇ ત્યારબાદ મોપેડ પર સેવાસી ભાયલી કેનાલ રોડ પર આવેલ ભાયલી ટી.પી વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં રોડ પર મોપેડને રાત્રીના સમયે ઉભી રાખી બેસેલ. જયાં બે મો.સા.આવેલ જેમાં એક મો.સા. પર ત્રણ ઈસમો અને બીજી મો.સા.પર બે ઇસમ બેસેલ હોય આ લોકોએ આ કપલની પુછપરછ કરેલ ત્યારે ત્યાં આવેલ બીજી મો.સા.પર આવેલ બન્ને ઇસમોએ તેઓની સાથેના ત્રણેય ઇસમોને આ કપલને જવા દે જવા દે તેમ કહી ત્યાંથી નિકળી ગયા બાદ રાત્રીના સાડા અગિયાર વાગ્યાથી પોણા બાર વાગ્યાના સમય દરમ્યાન સગીરા સાથેના મિત્રને પકડી રાખી ત્રણઅજાણ્યા આરોપી ઇસમોએ સગીરાની મરજી વિરૂધ્ધ સગીરા સાથે શારીરીક અડપલા કરી બળજબરી પુર્વક ફરીયાદી સાથે સામુહીક શારીરીક સંબંધ બાંધી આરોપીઓએ ફરીયાદીને આ બાબતે પોલીસ અથવા કોઇને જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપીઓએ ફરીયાદી સગીરા પાસેનો રીયલમી કંપનીનો મોબાઇલ ફોન ઝુંટવી ભાગી ગયેલા...
ઉપરોક્ત સગીરા સાથે આરોપીઓ દ્વારા ગેંગરેપનો ગંભીર પ્રકારનો ગુનો આચરી મોબાઇલ ફોનની લુંટ કરવાનો અનડીટેકટ ગંભીર પ્રકારનો ગુનો હોય જેથી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. તથા એસ.ઓ.જી પોલીસ સાથે મળી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને લુંટ કરી લઇ ગયેલ તેમજ ગુનામાં ઉપયોગ કરેલ મો.સા. સહીતનો મુદ્દામાલ સત્વરે શોધી કાઢવા અંગેની સુચના માનનીય પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબ તથા ઇન્ચાર્જ સંયુકત પોલીસ કમિશ્નર લીના પાટીલ સાહેબનાઓ તરફથી કરવામાં આવેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ DCP . એચ.એ.રાઠોડ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગેની તપાસ તુર્ત જ હાથ ધરવામાં આવેલ.ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સપેકટર એચ.ડી તુવરનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ અને વડોદરા ગ્રામ્ય પોલીસે સાથે મળી આ ગુનાના આરોપીઓને શોધખોળ શરૂં કરી આયોજન બધ્ધ રીતે ક્રાઇમ બ્રાન્ચની ટિમો દ્વારા સીસીટીવી ફુટેજ, ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારીત આરોપીઓ અંગેની હકીકત મેળવવાની કાર્યવાહી સતત કરવામાં આવેલ. તે ઉપરાંત વડોદરામાં આ મુજબના ગુનાઓમાં અગાઉ પકડાયેલ આરોપીઓની ખાનગી રાહે તપાસ કરવામાં આવેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાત-દિવસ સતત આરોપીઓ અંગે ૪૮ કલાક જેટલા સમય દરમ્યાન કરવામાં આવેલ તપાસ દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલ આરોપી પૈકીનો એક આરોપી મુન્ના બનજારા રહે. તાંદલજા વડોદરાની સંડોવણી જણાઇ આવેલ. જેથી વહેલી સવારના સમયે અંધારામાં આરોપી મુન્ના બનજારાને તેના તાંદલજા એક્તાનગર ખાતેના ઘરેથી શોધી કાઢવામાં આવતા. સદર આરોપીએ પોલીસ પકડી ન લઇ જાય તે માટે નાશી જવા માટેના પ્રયત્ન કરેલ પરંતુ ક્રાઇમ બ્રાન્ચે સદર ઇસમને પકડી પાડી સદરી ઇસમની પ્રાથમીક પુછપરછમાં તેની સાથે આ ગુનામાં સાગરીત આફતાબ બનજારા અને શાહરૂખ બનજારા રહે. તાંદલજા વડોદરા સંડોવાયેલ હોવાનુ જણાવતા જેથ ક્રાઇમ બ્રાન્ચે સાગરીતોની તપાસ કરી તેઓને પણ તાંદલજા ખાતે જુદીજુદી જગ્યાએથી શોધી કાઢી આ ત્રણેય ઇસમોને હસ્તગત કરી ડી.સી.બી પોલીસ સ્ટેશન ખાતે લાવી આ ત્રણેય ઇસમોની સઘન પુછપરછ કરી તેમજ તપાસ કરતા તેમા..
નં .(૧) મુન્ના અબ્બાસ બનજારા ઉ.વ.૨૭ રહે. એક્તાનગર, કિસ્મત ચોકડી પાસે, કાળી તલાવડી, તાંદલજા વડોદરા
મુળ રહે. મહુવા પાકડ તા.ગૌરા ચોકી જી.ગોડા ઉત્તરપ્રદેશ રાજ્ય..
નં .(૨) મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારાઉ.વ.૩૬ રહે. એક્તાનગર, કિસ્મત ચોકડી પાસે, કાળી તલાવડી, તાંદલજા વડોદરા મુળ રહે. બડાગાંવ તા.આલાપુરજી.આંબેડકરનગર,ઉત્તરપ્રદેશ રાજ્ય…
નં. (૩) શાહરૂખ કિસ્મતઅલી બનજારા ઉ.વ.૨૬ રહે. અક્સા હાઇટ્સ,ઇ-ટાવર,..
સનફાર્મા કંપની પાછળ તાંદલજા વડોદરા તથા હાલ તાંદલજા રોયલ વુડાના મકાન વડોદરા મુળ રહે. મરાઇલા મીલ ગામ તા.શહેજાદપુર જી.અકબરપુર ઉત્તરપ્રદેશ રાજ્યના હોય. આ ત્રણેય મુળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની હોવાનુ અને એક જ જ્ઞાતીના હોવાનું તેમજ તેઓ ત્રણેય ભેગા મળી રાત્રીના સમયે ભાયલી ખાતે નિર્જન વિસ્તારમાં કપલને બેસેલુ જોઇ જતા આ ત્રણેવ આરોપીઓએ સગીરાના મિત્રને પકડી રાખી સગીરા સાથે આરોપીઓએ શારીરીક અડપલા કરી ગેંગરેપનો ગુનો આચરી સગીરાનો મોબાઇલ ફોન લુંટી લઇ જવાનો ગુનો આચરેલ હોવાની હકીકત જણાવતા જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પકડાયેલ ત્રણેય ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે.
તસ્લીમ પીરાંવાલા… વડોદરા..