તુણા ગામ પાસે ટ્રકે ઇકો કારને ટક્કર મારતાં આગ ભભૂકી, પિતા-પુત્રનું મોત

કોસંબા રહેતા પિતા પોતાના મિત્ર સાથે ડહેલી ગામે પુત્રને લઈ સીએનજી ઇકોમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તૃણા ગામે ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. ઇકો પલટી મારી સળગી જતા પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. કોસંબાની કે.બી. પાર્ક 2 માં રાજદીપ મહેશ ટેલર રહે છે. જેઓ મંગળવારે રાતે સોસાયટીના ગેટ પાસે બેઠા હતા. ત્યારે આજ સોસાયટીમાં રહેતા તેમના મિત્ર કૃપાલસિંહ રાઠોડ તેમની સી.એન.જી. ઇકો કાર લઈ આવ્યા હતા.ડેહલી ખાતે સાસરીમાં પુત્ર કર્તવ્યસિંહને લેવા જવાનો હોય રાજદીપ ભાઈને સાથે લઈ લીધા હતા. ડહેલી થી તેઓ પુત્રને લઈ કારમાં પરત વાલિયા તરફ આવી રહ્યાં હતાં. દરમિયાન રાતે પોણા બાર વાગ્યાના અરસામાં સામેથી આવતી જીજે 3 એ.ટી. 3695 નંબરની ટ્રકે ઇકોને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ઇકો પલટી મારી જતા રાજદીપભાઈ જેમ તેમ કરી બહાર નીકળી આવ્યા હતા. ઇજાગ્રસ્ત પિતા અને પુત્રને કાઢવાનો મિત્રનો પ્રયત્ન વ્યર્થ ગયો હતો. એવામાં જ કારમાં આગ લાગી જતા તુરંત ઘટનાની જાણ ડહેલી અને કોસંબા કરાઈ હતી.પરિવારજનો અને લોકો દોડી આવતા સળગતી કારમાંથી પિતા-પુત્રને બહાર કાઢી ત્રણેયને વાલિયા સીએચસીમા ખસેડાયા હતા. જ્યાં 30 વર્ષીય કૃપાલ અને તેમના 4 વર્ષીય પુત્ર કર્તવ્યનું ઇજા અને દાઝી જવાના કારણે મોત થયું હતું. વાલિયા પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બોર્ડની પરીક્ષા ટાણે જ છત ગુમાવી છતાં ભવિષ્ય સુરક્ષિત કરવા છાત્રાઓ મક્કમ

Thu Mar 31 , 2022
એક તરફ હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. માત્ર બે જ પેપર પૂર્ણ થયા છે ત્યાં નેત્રંગમાં રેલવે વિભાગ દ્વારા છેલ્લા 30 વર્ષથી કોઈ કાર્યવાહી ન કરતાં પરીક્ષાના માહોલ વચ્ચે જ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 131 ઘરોના દબાણો દૂર કરાતા આ ઘરો […]

You May Like

Breaking News