
જંબુસરના નવયુગ વિદ્યાલયમાં નિ : શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર કાર્યક્મ યોજાયો જેમાં મોટી સખ્યામાં ગરીબ દર્દીઓ એ લાભ લીધો હતો “જન સેવા એ જ પ્રભુ સેવા”અને “માનવ સેવા એ જ માધવ સેવા ” અંતર્ગત અલગ અલગ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે જે અનુસંધાને આજરોજ ૩૦૨ મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ લાભ લીધો હતો.
તેમજ શંકરા આઈ હોસ્પિટલ મોગર,તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્રારા તમામ સુવિઘા સાથે જેવા કે દર્દીઓને વેલ, છારી ઝામર અને મોતિયાના પ્રોબ્લેમ હોય તેવા દર્દીઓ ને શંકરા આઈ હોસ્પિટલ (મોગર) લઈ જવામાં આવશે અને દર્દીઓને તમામ સુવિઘા આપવામાં આવશે જેવી કે રહેવાની ,જમવાની તેમજ , દવા,ચશ્મા અને તમામ સારવાર બાદ જંબુસર પરત મૂકી જવામાં આવશે એમ શાળાના મંડળ અને શાળા પરિવારે જણાવ્યું હતું…
તસ્લીમ પીરાંવાલા… જંબુસર…