
સતત બીજા દિવસે ગેસ રિફિલિંગ કરતા ઈસમ ઝડપી પાડ્યો હતો. મીરાનગર પાકીઝા હોટલ પાછળ દુકાન ગેસ રિફિલિંગ કાંડ ચાલતું હતું. ગત રોજ મીરા નગર નગર માંથી જ અન્ય એક ઈસમ ને ગેસ રિફિલિંગ કરતા 1 ઈસમ ને ઝડપી પાડ્યો હતો જયારે એક ફરાર થયો હતો. પોલીસે બિન અધિકૃત રીતે નાની બોટલ માં મોટી બોટલ થી ગેસ રિફિલિંગ કરતા ઈસમની અટકાયત કરી હતી. ગેસ બોટલ વજન કાંટો મળી 9700 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સતત્ત બીજા દિવસે બિન અધિકૃત રીતે લોકોના જીવને જોખમ ઉભું કરી ચાલતી ગેસ રિફિલિંગ બોટલ ની હાટડી પર દર્દ પાડ્યા હતા. પાકીઝા હોટલ પાછળ રામનિવાસ ઉર્ફે ચિન્ટુ શિવચન્દ્ર યાદવ ની દુકાન પર પોલીસે ચોક્કસ માહિતી આધારે દરોડા પાડ્યા હતા જ્યાં બિન અધિકૃત રીતે ગેસ રીફીંલીગ કરતા રામનિવાસ યાદબ રંગે હાથ ઝડપાઇ જવા પામ્યો હતો. પોલીસે તેની દુકાન માંથી 5 મોટી ગેસ ની બોટલ અને વજન કાટો તેમજ રીફીંલીગ પાઇપ અને નોઝલ સહીત નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કુલ 9700 રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.