નેત્રંગ તાલુકામાં પણ હવે ઘરમાં આગ લાગવાના બનાવો ઉનાળો આવતા છાસવારે બની રહ્યા છે. ત્યારે વાંદરવેલી ગામના મહિલાના કાચા ઘરમાં વીજ જોડાણના મીટરમાં ફોલ્ટ થતા તેના તણખા નીચે પડતા ઘર સળગવા લાગ્યું હતું. ઘર સળગવાની જાણ થતા આજુબાજુના લોકો અને નેત્રંગ તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ વંદન વસાવાએ દોડી આવી સળગતા ઘર ઉપર પાણીનો મારો કરી આગ ઓલવી હતી. નેત્રંગ તાલુકાના વાંદરવેલી ગામના જાતરીબેન વસાવાના કાચા ઘરમાં જીઈબીના મીટરમાંથી શોર્ટ સર્કિટ થતા આકસ્મિક આગ લાગી હતી.જેમા ઘરવખરી સહિત સંગ્રહ કરેલ અનાજ સળગવા લાગ્યું હતું.જેથી લોકોએ દોડી આવી આગ ઓલવવા ભારે જહેમત ઉઠાવી આગ ઓલવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાતીએ જાતે પંચકયાસ અને જવાબો કરી આશરે 90 હજારની નુકસાનીનો સર્વે કર્યો હતો.આ બાબતે ભોગ બનનાર પરિવારે સહાયની માંગણી સાથે વીજ કંપનીમાં રજુઆત કરી હતી.
વાંદરવેલી ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતાં ઘર બળીને ખાક
Views: 78
Read Time:1 Minute, 16 Second