હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કે. એમ. ચોકસી કોસંબા – સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને યુનિફોર્મ તેમજ બૂટ મોજાની સાથે દરેક બાળકોને પૌષ્ટિક બિસ્કિટનું પણ દાતાશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી.પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકીએ કર્યુ હતું. પધારેલ દાતાશ્રી કેસરીમલ શાહને બૂકે, શાલ તેમજ પ્રશસ્તિપત્ર શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી તેમજ સરપંચ નવનીતભાઈ પટેલ અને તલાટી નિકુલભાઈ પટેલ દ્વારા તેઓને આ ભગીરથ કાર્ય બદલ આપવામાં આવ્યું હતું. અને શાળામાં બાળકોને યુનિફોર્મની સાથે કીટ આપતાં બાળકોના મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસકુમાર પટેલએ કરેલ હતું. જેમાં શિક્ષક જનકકુમાર જોડાયા હતા.કાર્યક્રમમાં શાળાના એસ.એમ. સી. અધ્યક્ષ વનિતાબેન પટેલની સાથે સભ્યો પણ હાજર રહ્યા હતા.સરપંચ નવનીતભાઈ પટેલ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પણ સહભાગી થયા હતા.શાળાના બાળકો અને શાળા પરિવારએ દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં યુનિફોર્મ તેમજ બૂટ મોજા કીટનું વિતરણ કરાયું
Views: 20
Read Time:1 Minute, 43 Second