
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના સંયુક્ત ઉપક્રમે સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પ્રાથમિક શાળા વેજલપુર 15 માં રાખવામાં આવ્યું હતું. જેમાં નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી અશોક સાહેબ બારોટ પ્રવચનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અંગે બાળપણથી જ રસ રૂચી હોવી જોઈએ. તે વિશે બાળકોને સમજ આપવામાં આવી સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી સાજીદહુસેન જી. ધનીઆવીવાલા સરસ શબ્દો વડે તમામ મહેમાનો ને આભાર વિધિ વ્યક્ત કરી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને મહેમાનના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. બાળકોની કૃતિઓ ને નિહાળી બાળકોને આવનાર મહેમાનોએ શબ્દો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા.. શાળાના આચાર્યશ્રી મહંમદહુસેન એચ. મેમણ તથા સ્ટાફ મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને પ્રોત્સાહન ઇનામ રૂપે ટ્રોફી અર્પણ કરી પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી હતી.