અંકલેશ્વરના નવનિર્મિત ફ્લાયઓવર પર લાઈટ અને ટ્રાફિક સિગ્નલના અભાવે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેને લઈ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના ગડખોલ બ્રિજ ખાતે લાઈટ તેમજ ટ્રાફિકના ચિન્હોના અભાવે અનેક વખત અકસ્માત સર્જાતા લોકોને હાલાકી પડી રહી છે. અકસ્માતને કારણે લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ત્યારે 10મી ફેબ્રુઆરીના દિવસે યુથ કોંગ્રેસ દ્વારા ફાનસ અને મીણબત્તી લઈ વિરોધ કરવામાં આવ્યો હતો, તેમ છતાં નિર્ણય ના લેવાતા આ અનુસંધાને ફરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા સરકારના ઇશારે કાફલો ખડકી આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અટકાવવાનો પ્રયાસ કરી યુવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.આ વિરોધ પ્રદર્શનમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા, ધવલસિંહ પટેલ, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, સિકંદર કડીવાળા, દેવેન્દ્ર સિંહ ડોડિયા, સોયેબ ઝગડિયાવાલા, ધર્મેન્દ્ર સાંગદોટ, મનુ સોલંકી, મમતા બેન વસાવા, અરુણ વસાવા, લાલાભાઈ ઉત્તમભાઈ પરમાર હાજર રહ્યાં હતા. જોકે, વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
અંકલેશ્વરના નવનિર્મિત ફ્લાયઓવર પર લાઈટ અને ટ્રાફિક સિગ્નલના અભાવને લઈ યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ, પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી
Views: 63
Read Time:1 Minute, 53 Second