વાગરા : ચાંચવેલ ગામમાં સાસરિયાઓનો વહુ પર અત્યાચાર, દવા પીવડાવી માર મારવાની ઘટના વાગરા તાલુકાનાં ચાંચવેલ ગામમાં સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપી માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. આજરોજ ચાંચવેલ ગામમાં રહેતા ડેનિયલ તરીકે જાણીતા રિયાઝ નામના વ્યક્તિએ પત્નીને માર માર્યો હતો. મહિલાએ પતિ ડેનિયલ, નણંદ, જેઠ, સાસુ તેમજ ફિરોજા […]

સુરત શહેરના નવા પોલીસ કમિશનર અજય તોમરે ચાર્જ સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયા છે. અજય તોમરે 3 ઓગસ્ટે સૂરત શહેરના પોલીસ કમિશનર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. 3 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી સુરત પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 2 મોટા કોલ સેન્ટર, 1 ઓનલાઇન જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યારે […]

એંકર :: ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી ગણેશ મહોત્સવ તેમજ મોહરમ પર્વની ઉજવણી બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…વિઓ :: આગામી ગણેશ મહોત્સવ તેમજ મોહરમ પર્વ પ્રસંગે ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં ગતરોજ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. અમીરાજસિંહ જે. રણાની અધ્યક્ષતામાં હિંદુ – મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર અમરસિંહ જી રણા એ આગામી ગણેશ મહોત્સવ તેમજ મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા અપીલ કરી હતી.હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સરકારની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સાથે પર્વોની ઉજવણી કરવા બન્ને સમુદાયના આગેવાનોને ખાસ અપીલ કરી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ મથકની હદમાં આવતા ૩૩ ગામના સરપંચો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત સરપંચો તેમજ આગેવાનોએ તેઓના તરફથી સંપૂર્ણ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી…*રિપોર્ટર: mohsin kara

બ્રેકીંગ ન્યૂઝ ભરૂચ ઝઘડિયાના પીપોદરા થી સંજાલી ગામ જતા માર્ગ પર લૂંટ ખાનગી ફાઇનાન્સના કલેક્શન કર્મચારીને રોકી ઝપાઝપી કર્યા બાદ ત્રણ બાઇક સવારોએ ચલાવી લૂંટ મોબાઇલ ફોન તેમજ 32 હજારના રોકડ ની લૂંટ ચલાવી 3 ઈસમો ફરાર ઉમલ્લા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

ભરૂચ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગની ઘટના ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો અગાઉ લાગેલ આગની ઘટનામાં 12 લોકોના નિપજ્યા હતા મોત ક્લોઝર નોટીસના કંપનીનો પ્લાન્ટ હતો બંધ હાલતમાં, કાટમાળ હટાવવાની કામગીરી દરમ્યાન લાગી હતી આગ

Nari prahar news રાજકોટઃ ભાજપનાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પાટીલ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેમજ તેમની આ યાત્રા દરમિયાન ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમનો ભંગ કરાયો હોવાનું જગજાહેર છે. એટલું જ નહીં ગણપતિ સહિતનાં ધાર્મિક ઉત્સવો ઉજવવાની મનાઈ વચ્ચે ગતરાત્રે પાટીલનાં સ્વાગતમાં ભવ્ય સ્કૂટર રેલી પણ યોજાઈ હતી. […]

Breaking News