Contact us એંકર :: ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી ગણેશ મહોત્સવ તેમજ મોહરમ પર્વની ઉજવણી બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…વિઓ :: આગામી ગણેશ મહોત્સવ તેમજ મોહરમ પર્વ પ્રસંગે ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં ગતરોજ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. અમીરાજસિંહ જે. રણાની અધ્યક્ષતામાં હિંદુ – મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર અમરસિંહ જી રણા એ આગામી ગણેશ મહોત્સવ તેમજ મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા અપીલ કરી હતી.હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સરકારની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સાથે પર્વોની ઉજવણી કરવા બન્ને સમુદાયના આગેવાનોને ખાસ અપીલ કરી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ મથકની હદમાં આવતા ૩૩ ગામના સરપંચો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત સરપંચો તેમજ આગેવાનોએ તેઓના તરફથી સંપૂર્ણ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી…*રિપોર્ટર: mohsin kara admin 4 years ago Views: 82 0 0 Spread the love Read Time:0 Second Share Pinterest LinkedIn About Post Author admin http://nariprahar.in Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % Spread the love