પાલેજ ને.હા.નં.૪૮ ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ પર કરજણ એમ.જી.વી.સી.એલ. નાં જુનિયર એન્જીનીયરે ૧૦,૦૦૦/ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ જતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતી લાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વિજ કનેકશન મેળવવા સબ ડિવિઝન કરજણ-૨ ખાતે અરજી કરી કવોટેશન મુજબ ફિ ભરવામાં આવી તેમ છતા વિજ કનેકશન ન આવતા ખેડૂત આક્ષેપિતને મળી રજુઆત કરતા આક્ષેપિતે નવુ વિજ કનેકશન આપી ટી.સી. (ટ્રાન્સફોર્મર) જગ્યાની ઉપર મુકાવવા અને વિજ કનેકશન ચાલુ કરી આપવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આઘારે લાંચના છટકાનું આયોજન કરેલ હતું. જે દરમ્યાન જુનિયર એન્જીનીયર જયમિત કુમાર મહેશ ભાઈ પટેલે ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર Acb ના હાથે ઝડપાઇ ગયો હતો…
:- તસ્લીમ પીરાંવાલા..કરજણ..