ઝઘડિયા તાલુકાના અવિધા ગામે દારુ બનાવવાના અખાધ ગોળના જથ્થા સાથે એક વેપારી ઝડપાયો હતો, જ્યારે ગુંડેચા ગામ નજીકથી શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપાયો હતો. રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડને મળેલ બાતમી મુજબ ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકના ચાર કાર્બામાં શંકાસ્પદ અને ચોરીનું મનાતું 180 લિટર જેટલું ડિઝલ લઇને જતા ચેતનભાઇ જીકુભાઇ પરમાર રહે.રાજપારડી તેમજ અજયભાઇ નવલસંગભાઇ વસાવા રહે.ગુંડેચા તા.ઝઘડિયાના ઝડપાયા હતા.જ્યારે અવિધા ગામે ત્રીકોણ ફળિયામાં આવેલ દેવીપુજા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી નારાયણલાલ મહારામ ગુર્જર રહે.અવિધા, મુળ રહે.રાજસ્થાનનો દુકાનમાં વેચાણ માટે રાખેલ દારુ બનાવવાના કામમાં ઉપયોગમાં લેવાતા ગોળ અને ફટકડીના જથ્થા સાથે ઝડપાયો હતો. તપાસ દરમિયાન ગોળનો આ જથ્થો અખાધ હોવાની ખાતરી થઇ હતી.પોલીસે કુલ રૂ.11770નો મુદ્દામાલ કબજે લીધો હતો. શંકાસ્પદ ડિઝલ તેમજ અખાધ ગોળના ઝડપાયેલ જથ્થા બાબતે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ભાલોદ જેવા મથકોએ કેટલાક વેપારીઓ લાંબા સમયથી દારુ બનાવવાના ઉપયોગમાં લેવાતા અખાધ ગોળનું વેચાણ કરતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે.
ગુંડેચા ગામે ચોરીના ડીઝલ ભરેલા 4 કારબા સાથે 2 શખ્સો ઝડપાયા
Views: 70
Read Time:1 Minute, 54 Second