• પત્રકાર એકતા સંગઠનના પંચમહાલ જિલ્લા પ્રમુખ ઈસ્માઈલ ઝભા તેમજ જીલ્લાનાં હોદેદારોની આગેવાની હેઠળ…
• મનુભાઈ અડવાણી પ્રમુખ સર્વાનુમતે હાલોલ તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે વરણી કરાઇ….
તા 23/05/2022 ને સોમવારના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં ખાસ પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી ઈસ્માઈલ જભાનાં અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં જિલ્લાનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.
પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પત્રકાર એકતા સંગઠનની રૂપરેખા રજૂ કરતાં જિલ્લા પ્રમુખ ઈસ્માઈલ ઝભા જણાવ્યું હતું કે, ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.
હાલોલ તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ મનુભાઈ અડવાણી લોકશાહી ઢબે સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે પુષ્પેન્દ્રસિંહ રાઠોડ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મહાંમંત્રી તરીકે કૃણાલ ભાટિયા તથા કનક મારવાડી મંત્રી તરીકે દીપક દરજી અને દીપક તિવારી સહમંત્રી તરીકે સંજય ગોહિલ અને મહેન્દ્ર સોલંકી ખજાનચી તરીકે મિતુલ શાહ તથા આઈટી સેલ તરીકે નરેન્દ્રભાઇ પરમાર તથા પ્રણવ પટેલની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી હતી…