પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ ના માર્ગદર્શન મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓ એ સુચના આપેલ તે અનુસાર ભરૂચ શહેર વિસ્તારમાં આગામી નગરપાલિકા/ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ની ચૂંટણી માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ચૂંટણીમાં ભય મુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે વિશ્વાસ સંપાદીત થાય તેના આગોતરા આયોજન રૂપે ભરૂચ શહેર એ ડીવીઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલ. જેમાં એ.કે.ભરવાડ,પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝન તથા બી.એમ.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઇ રહેલ લોકરક્ષક નાઓ દ્વારા સમગ્ર શહેર માં અતિસંવેદનશીલ તથા સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ નું આયોજન કરવામાં આવેલ હતું.
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંબંધે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું..
Views: 81
Read Time:1 Minute, 29 Second