– જિલ્લા કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજી કોરોના અસરગ્રસ્તો ના મદદ કરવાનો પ્રયાસ કરાયો.
– શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખનો સરકારી સહાય ચુકવાની માંગ.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદ કરવાના ઉદ્દેશ સાથે કોંગ્રેસ કાર્યલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી વર્તમાન સરકાર અને તત્ર પર આકરા પ્રહાર કરી આક્ષેપ કર્યું હતું કે ભાજપ ની કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કોરોના મા મૃત્યુ પામેલા ઓના આંકડાઓ છુપાવીને પોતાની નિષ્ફળતા છુપાવવા ના પ્રયાસ કરવામાં આવ્યા હતા જેને લઈને સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી કોરોના મહામારીમાં સાચા મૃત્યુઆંક દર્શાવવા ટકોર કરી છે ત્યારે કોંગ્રેસ દ્વારા કોવિડ -19 માહમારી માં મૃત્યુ પામેલા મૃતક ના પરિવારજનો ને રૂપિયા 4 લાખનું વળતર ,કોવિડ દર્દીઓના તમામ મેડિકલ બિલની રકમની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવે,સરકારી તત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવામાં આવે,કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન -પરિવારજનો પેકી એકને કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદ થવા ભરૂચ જિલ્લા સમિતિ દ્વારા એક પ્રેસ-કોન્ફરન્સ રાખી સરકાર પાસે માંગ કરી હતી..આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા,જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, કોંગ્રેસ પ્રવકતા નાઝુ ફડવાળા,નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.