કન્યાકુમારી થી કાશ્મીર એક વ્હીલ વાળી સાયકલ પર આજના યુવાનો માટે સે નો ટુ ડ્રગ્સ નાં સંદેશા સાથે નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં મહિલા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું….
કન્યાકુમારી થી એક વ્હીલ વાળી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૂર નાં સાયકલિસ્ટ સાનિદ ડિબીજેડ તથા હાશ્મી ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને તેમની આ અનોખી એક વ્હીલ વાળી સાયકલ યાત્રા દરમિયાન ભારત ભરમાં કન્યાકુમારી થી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરી યુવાનોમાં સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપશે.
કેરાલા કન્નૂર નાં સાયકલિસ્ટ સાનિદ ડિબીજેડ છેલ્લા 9 વર્ષથી એક વ્હીલ વાળી સાયકલ પર અલગ અલગ સ્ટંટ કરી રહ્યા છે .
આ ઔપચારિક મુલાકાત દરમિયાન સાયકલિસ્ટ સ્વેતા વ્યાસે બંને સાયક્લિસ્ટ ને તેમની આ અનોખી સાયકલ યાત્રા દ્વારા દેશના યુવા વર્ગમાં સે નો ટુ ડ્રગ્સ એક સારો સંદેશ ફેલાવવાના પ્રયાસ માં સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી …