રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના તલકીન જમીનદાર તથા સેક્રેટરી સંતોષ સિંહ ના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ સબજેલની મહિલા કેદીઓ માટે સેનેટરી પેડ વિતરણ સાથે માસિક આરોગ્ય અને સ્વચ્છતા તથા સ્તન કેન્સર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જાગૃતિ સત્રમાં ભરૂચની મહિલા કેદીઓએ ડો. ફાલ્ગુની ઠક્કર સાથે વાતચીત કરી માસિક આરોગ્ય અને સ્વચ્છતા તથા સ્તન કેન્સર જાગૃતિ વિશેની તમામ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે લેડીઝ બેરેકમાં 2 બાળકોને રમકડાં દાનમાં મળતાં તેઓની હ્રદયસ્પર્શી ખુશી વર્તાતી હતી. વધુમાં કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડો. સાજીદ ડેએ સહાનુભૂતિપૂર્વક સત્રમાં કેદીઓને માનવ વિચારધારા ને ધ્યાનમાં રાખી કેટલાક સૂચનો કર્યા હતા અને લાભ આપ્યો હતો.આ સાથે 300 ઉપરાંત કેદીઓ માટે જેલમાં રમત ગમત પ્રવૃત્તિ માટે રમતના સાધનો જેવા કે કેરમ સેટ, બેડમિન્ટન સેટ, ચેસ બોર્ડ અને લુડો બોર્ડ ગેમ્સ સાથે ટીવીનું દાન અપાયું હતું જેને સૌ કેદીઓએ અને જેલના પદાધિકારીઓએ બિરદાવ્યું હતું.
ભરૂચ સબ જેલમાં માસિક આરોગ્ય અને સ્વચ્છતા તથા સ્તન કેન્સર જાગૃતિ સત્રનું આયોજન
Views: 164
Read Time:1 Minute, 38 Second