આજરોજ આણંદ ખાતે ટાઉનહોલ માં સમસ્ત વ્હોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓ ને ઇનામવીતરણ કરી પ્રોત્સાહિત કરવા માટે નો એક કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જેમાં ધો,1 ઈંગ્લીશમીડિયમ ssc, હાયર એજ્યુકેસન, સ્નાતક,અનુસ્નાતક, ડીગ્રી અભ્યાસ, ડોકટર,એન્જીનીયર, IELTS અને PHD ના અભ્યાસ માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ ને સમાજ ના અગ્રણીઓ ના હસ્તે સમુતિચિન્હો અને પ્રશંશાપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ભવ્ય અને સમગ્ર વ્હોરા સમાજ ની તમામ જ્ઞાતિઓ ને આવરીલેતા કાર્યક્રમ ને સમાજ અને સખીદાતાઓ તરફથી ખુબજ વિશાળ પ્રમાણ માં આવકાર મળ્યો હતો કાર્યક્રમ માં અતિથિવિશેષ ખમીશાભાઈ સિંધી ખેડાવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગ ને અનુરૂપ મનનીય પ્રવચન આપ્યું હતું, જ્યારે ટ્રસ્ટ પ્રમુખ ફિરોઝભાઈ રેતીવાલા ઉપ પ્રમુખ ઈસ્માઈલભાઈ ગામડીવાલા, ઐયુબભાઈ ચાંદની,કાસમભાઈ લુણાવાડાવાળા, તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ સહિત ફકીર મહંમદ રઢુંવાલા, કૈયુમભાઈ ખેડાવાળા, મ્યુ કાઉન્સીલરો વહીદાબેનબગસરવાળા, નઝમાબેન પઠાણ,વહીદા બેન શેખ,રહેમતબેન (લીલોતરી) તેમજ જાણીતા લેખક અનવર બહાદરપુરવાલા એ ઉપસ્થિત રહી સ્વહસ્તે 400 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ ને ઇનામવીતરણ કરી એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આભારવિધિ કાસમભાઈ (રિટાયર્ડ પ્રિન્સિપાલ) દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર વિશાળ કાર્યક્રમ નું સફળ સંચાલન મ્યુ કાઉન્સીલર,ડો જાવેદ વ્હોરા દ્વારા કરવા માં આવ્યું હતું. (રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાલા, આણંદ)