આજથી બરાબર 117 વર્ષ એટલેકે 20 જુલાઈ 1908 ના દિવસે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સૌ પ્રથમ માંડવી શાખા શરૂ કરીને બેન્ક ઓફ બરોડા નો પાયો નાખ્યો હતો. ત્યાર પછી તેનો વ્યાપ વધારી દેશ વિદેશમાં તેની શાખાઓ શરૂ કરાઇ હતી. ત્યારબાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા બેંકોના રાષ્ટ્રીયકરણ ની યોજના લવાતા 19 જુલાઈ 1969 મા બેન્ક ઓફ બરોડા નું પણ રાષ્ટ્રિયકારણ કરાયું હતું. આ દિવસને બેન્ક ઓફ બરોડા પોતાના સ્થાપના દિવસ તરીકે ઉજવી રહ્યો છે જે અંતર્ગત ગઈકાલે ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત બેંકની શાખામાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં બેંકના પદાધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામ પંચાયત નબીપુરના ડેપ્યુટી સરપંચ, સભ્યો, ગામના પ્રતિસ્થીતો ની ઉપસ્થિતિમાં કેક કાપી સ્થાપના દિવસની બેંકમાં ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બેન્ક ઓફ બરોડા તરફઘી બોરી ગામના આર્થિક રીતે પછાત બાળકોને સ્કુલ કીટ નું બેંકના બ્રાન્ચ મેનેજર સોનુ કુમાર ના હસ્તે વિતરણ કરાયું હતું. આ પ્રસંગે બ્રાન્ચ મેનેજરે ઉપસ્થિત સૌ નો બેંકને સહકાર આપવા બદલ સૌ ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
બેન્ક ઓફ બરોડા ના 117 સ્થાપના દિવસની નબીપુર બ્રાન્ચ મા ઉજવણી કરાઈ, બેંકના અધિકારીઓ અને આગેવાની હાજરીમાં કેક કાપી ઉજવણી કરાઈ, બોરી ગામના ગરીબ બાળકોને સ્કુલ કીટ આપી પ્રોત્સાહિત કરાયા.
Views: 34
Read Time:1 Minute, 42 Second