રાજ્ય સરકારે ગુરૂવારથી પ્રિ-પ્રાયમરી સ્કૂલોથી લઈને આંગણવાડી કેન્દ્રોમાં પણ ઓફલઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે. જેની સામે હાઈકોર્ટે ફાયર એનઓસી વગરના શાળા-હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો. જેને લઈને જંબુસર નગર પાલિકાએ તાલુકાની એકમાત્ર રેફરલ હોસ્પિટલને સિલ કરી દીધી છે. ઓપીડી સિવાયના તમામ રૂમ બંધ કરી દેવાતા શહેર અને તાલુકાના લોકો ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે.ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન પટેલ વેલ્ફેર હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં બે નર્સ સહિત 18 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે જિલ્લામાં એનઓસી વિનાની બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવાની શરૂ થઈ છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ ભરૂચ જિલ્લામાં જંબુસર નગર પાલિકાએ આ બાબતે સૌ પહેલાં કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સરકારી રેફરલ હોસ્પિટલથી જ કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે.હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ફાયર NOC વગરની હોસ્પિટલોમાં માત્ર OPD જ ચાલી શકશે. જંબુસરમાં આવેલી એકમાત્ર રેફરલની OPD સિવાયની અન્ય રૂમોને સીલ કરી દેવાતા તબીબી સેવાઓ ખોરવાઈ છે. બીજી તરફ હોસ્પિટલ સત્તાધિશોએ ફાયર સેફ્ટીના સાધનો માટે ગ્રાન્ટની માંગણીને લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરી હોવા છતાં તે મંજૂર ન થયું હોવાનું કહી આગામા માર્ચ સુધીમાં નવા બિલ્ડીંગમાં શિફ્ટ થવાની ખાતરી આપી હતી.
જંબુસરમાં 2 લાખની વસ્તી વચ્ચે એકમાત્ર સરકારી રેફરલ હોસ્પિટલ, ફાયર NOC ન હોવાથી સીલ
Views: 86
Read Time:2 Minute, 5 Second