ભરૂચ : પ્રદુષણ ફેલાવતી કંપની સામે પગલા ભરવા ઝઘડિયાનાં ધારાસભ્યએ કલેકટરને પત્ર લખ્યો…

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ઉમલ્લા નજીક આવેલ આર.પી.એલ (રાજશ્રી પોલીફિલ) નામની કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનો આક્ષેપ કરીને તે બાબતે યોગ્ય તપાસ કરીને કાયદેસર ક‍ાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે.આ ઘટનાને લઇને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ ધારાસભ્યએ તેમના પત્રમાં જણાવ્યું છે કે ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં ઉમલ્લા નજીક આર.પી.એલ નામની કંપની આવેલ છે. આ કંપની ખરેખર બામલ્લા ગ્રુપ પંચાયત તેમજ તવડી ગ્રામ પંચાયતની હદના વિસ્તારમાં આવેલ છે, પરંતુ હાલમાં ગ્રામ પંચાયતના લોકેશનમાં ફેરફાર કરેલ છે. આર.પી.એલ કંપની દ્વારા હવા, પાણી, જમીન સંબંધી પ્રદૂષણ ફેલાવાતુ હોવા અંગેની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા મારી સમક્ષ કરવામાં આવે છે. કંપનીના વપરાશના પ્રદૂષિત પાણીને કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે અને તે હવે પીવાલાયક રહ્યાં નથી. કંપનીની આજુબાજુના જમીન સ્તર પણ પ્રદૂષિત થવાના કારણે સ્થાનિક ખેડૂતોના પાકને અસર થાય છે. ઉપરાંત વાતાવરણમાં કાર્બન મોનોક્સાઈડનું લેવલ વધવાથી હવામાનમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જે માનવ સ્વાસ્થ્યને અસર કરે છે. હવામાનમાં પ્રદૂષક તત્વોનું સ્તર જાણવા માટે મોનીટરીંગ સિસ્ટમ રાખવામાં આવતી નથી. સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને, ખેતીને અસર થવાથી જીવન નિર્વાહ પર માઠી અસર થઇ રહી છે, જે અંગે સ્થળ તપાસ કરી નિયમ અનુસાર પગલાં ભરવા તથા તે અંગે કરેલ કાર્યવાહીની જાણ કરવા ભલામણ છે, તેમ તેમણે જિલ્લા કલેક્ટરને લખેલ પત્રમાં જણાવ્યું છે. ધારાસભ્યએ પ્રદુષણ બાબતે કરેલ રજુઆતને પગલે તાલુકામાં પ્રદુષણ ફેલાવતી કંપનીઓના સંચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

આઝાદી બાદ ભારતમાં પહેલી વાર થશે કોઇ મહિલાને લટકાવી દેશે, ગુનો સાંભળીને કાંપી જશે આત્મા...

Thu Feb 18 , 2021
આઝાદી બાદ ભારતમાં પહેલી વાર થશે કોઇ મહિલાને લટકાવી દેશે, ગુનો સાંભળીને કાંપી જશે આત્મા દેશની આઝાદી પછી ભારતના ઇતિહાસમાં એવું પહેલીવાર થવા જઇ રહ્યુ છે, જયારે કોઇ મહિલાને લટકાવવામાં આવશે. મથુરા જેલમાં આપવાની તૈયારીઓ થઇ રહી છે. તારીખ નક્કી કરવાની બાકી છે. મથુરા જેલમાં બંધ અમરોહાની રહેવાસી શબનમની દયા […]

You May Like

Breaking News