ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમ ના વડોદરા વિભાગ ના પાણીગેટ ડેપો ખાતે આજ રોજ તા,30જૂન ના રોજ વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કરામતખાન પઠાણ (ડ્રાઈવર),સુરેશભાઈ મકવાણા(ક્લાર્ક) અને હનીફભાઇ શેખ(ડ્રાઈવર) નો એક ભવ્ય વિદાય સમારંભ ડેપો મેનેજર શ્રીમતી પાયલબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવા માં આવ્યો હતો,
કરામત ખાન એસ.ટી.કર્મચારી યુનિયન ના કામદાર નેતા હોય યુનિયન ના પ્રમુખ અતુલપટેલ, અશોક ભાઇ કાછિયા, મયુર સિંહ, સિંધાભાઈ,એ ટી આઇ રાઠોડ સાહેબ, ફિરોઝ રાઠોડ માજી એ ટી એસ પટેલ સાહેબ, ફારૂકભાઈશેખ, તેમજ મજૂર મહાજન ના રીતેષ રાવ અને મજદુર સંઘ ના સંજયભાઈ સહિત મોટી સંખ્યા માં વિવિધ યુનિયન ના હોદ્દેદારો તેમજ એસ.ટી.સ્ટાફ અને નિવૃત્ત કર્મચારીઓ ના સગા સબંધીઓ ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિતિ રહ્યા હતા, હાજર તમામે શુભેચ્છાઓ પાઠવી ફૂલહાર અને શાલ ઓઢાડી નિવૃત્ત કર્મચારી ને ભાવભીની વિદાય આપી હતી અંત માં સમૂહ ભોજન લઇ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
(રિપોર્ટર,ફરહીન બહાદરપુરવાલા, આણંદ)
વડોદરા ના પાણીગેટ એસ.ટી.ડેપો ખાતે નિવૃત્ત કર્મચારીઓ નો વિદાય સમારંભ યોજાયો
Views: 30
Read Time:1 Minute, 40 Second