0
0
Read Time:54 Second
અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયા ની ઉત્સાહ પૂર્વક ની ઉજવણી ના ભાગ રૂપે આજરોજ ગુજરાત એસ.ટી. નિગમ ના વડોદરા બસપોર્ટ ખાતે નિગમ ના કર્મચારીઓ દ્વારા એક ભવ્ય તિરંગા રેલી નું આયોજન ડેપો મેનેજર શ્રીમતી પાયલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ વડોદરા ડેપો ખાતે કરવા માં આવ્યું હતું,
કામદારો ના અનેરા ઉત્સાહ અને દેશભક્તિ નો સમન્વય આજની વિશાળ રેલી માં ઉજાગર થઇ ઉભરાઈ રહ્યો હતો અને માતૃભૂમિ ની આઝાદી ના અવસર ને ખૂબ ભવ્યતાથી ઉજવવા ની સાથે સાથે હાજર મુસાફર જનતા માં અનેરું આકર્ષણ ફેલાઈ જવા પામ્યુ હતું .
(રિપોર્ટર:- ફરહીન બહાદરપુરવાલા, આણંદ.)