જંબુસર ડિવિઝનનાં પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો નાશ કરવા બાબતે નામદાર કોર્ટે તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જંબુસર નાઓએ હુકમ કરતા એ.કે.કલસરીયા સા. સબ ડિવિ.મેજીસ્ટ્રેટ જંબુસર તથા એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર વિભાગ તથા બી.એસ.તડવી ઇન્સ, નશાબંધી અને આબકારી ભરૂચ તથા પો.ઇન્સ જંબુસર તથા પો.સ.ઇ આમોદ, કાવી, વેડચ નાઓની ઉપસ્થીતીમાં આમોદ, નાહીયેર રોડ ઉપર આવેલ રેવા સુગર કંપનીની પડતર જગ્યા ઉપર જંબુસર ડીવિઝનના જંબુસર પો.સ્ટે, આમોદ પો.સ્ટે, કાવી પો.સ્ટે તથા વેડચ પો.સ્ટેનાઓના કુલ ૨૬ ગુનાઓની કુલ બોટલો નંગ ૯૬૮૭ જેની કુલ કિં.રૂ ૧૬,૮૦,૦૭૫ જેટલો મુદામાલ ઉપરોક્ત અધિકારીઓની ઉપસ્થિતિમાં પુરતા પોલીસ બંદોબસ્ત હેઠળ રોલર મશીન ફેરવી પ્રોહી મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે
સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલ જુદા જુદા પોલીસ મથકો દ્વારા વિવિડ રેડ દરમિયાન પકડેલ વિદેશી દારૂ નો જથ્થો જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી નાશ કરવામાં આવી રહ્યો છે જેના એક ભાગરૂપે જંબુસર ડિવિઝનના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો