
આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભરૂચ ખાતે ચૈતર વસાવાના પ્રચારમાં આવતા ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અંક્લેશ્વર ખાતે ચૈતર વસાવાના પ્રચારની પદયાત્રામાં જતા પૂર્વે આપના સાંસદ સંજય સિહે ભરૃચ ખાતે ટૂંકા રોકાણ દરમ્યાન પત્રકારો સાથેની વાતચીત જણાવ્યું હતું કે,ભાજપ અને મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.ગઠ બંધનના પી.એમ.ચહેરાના મુદ્દે નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિ આવશે તેમ કહી ગોળ ગોળ જવાબ આપ્યો હતો.જ્યારે ભાજપના 400 પારને પણ ઝુમલો કહીં કટાક્ષ પણ કર્યો હતો.જ્યારે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.