અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સિલિકોન જવેલ કંપનીની 30 કરોડની લોન બાકી હોવાના આક્ષેપ સાથે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ કંપનીને સીલ કરી દેતાં હોબાળો મચી ગયો હતો. કંપની સત્તાધીશોએ આરોપ લગાવ્યો હતો કે, બે દિવસ બાદ કોર્ટમાં સુનાવણી છે અને તે પહેલાં બેંકના અધિકારીઓએ બળજબરીથી ગેટનું તાળુ તોડી કંપનીની અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયુ હતું. કંપની તરફથી ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે,કોરોના કાળમાં નુકસાન થયુ હોવાથી લોન ભરપાઈ કરી શક્યા નહોતા. પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીની સાડા 6 કરોડની રકમ જે ભરવાની હતી તે અમે બેંકમાં ભરી તેની રીસીવ કોપી પણ લીધી હતી તેમજ ડિમાન્ડ ડ્રાફ્ટ ની કોપી પણ અમારી પાસે છે. કોર્ટમાં બે દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જોહુકમી કરીમિલકત જપ્ત કરી છે.યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓને આ આક્ષેપો વિશે પૂછતાં તેમણે આ મામલે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
અંકલેશ્વરની સિલિકોન જવેલ કંપનીએ 30 કરોડની લોન ન ભરતાં બેંકે સીલ કરી
Views: 31
Read Time:1 Minute, 34 Second