Read Time:1 Minute, 14 Second
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ પર ગતરાત્રિના સમયે બે કર્મચારીઓ ઉંઘી રહયાં હતાં તે સમયે બાઇક પર આવેલો ગઠિયો તેમના ખિસ્સામાંથી 50 હજારની માતબર રકમની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો હતો. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ ખાતે ગત મધરાત્રિ દરમ્યાન પેટ્રોલ પંપની ઓફિસમાં 2 કર્મચારીઓ નીંદર માણી રહ્યા હતા, આ દરમ્યાન એક ગઠિયાએ તેમની ઊંઘનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.કર્મચારી અરવિંદ પાટણવાડીયા અને પ્રવીણ વસાવાના ખિસ્સા કાપી અજાણ્યો યુવાન દિવસભરનો વકરાના રૂપિયા 50 હજાર લઈ રફુચક્કર થઈ ગયો હતો. ,પેટ્રોલ પંપના સંચાલકે આ મામલે એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.