0
0
Read Time:57 Second
અંકલેશ્વર ડિવિઝનના અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ઝડપાયેલ રૂપિયા 49 લાખ, ગ્રામ્ય પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ રૂપિયા 9.67 લાખઅને જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ રૂપિયા 2.3 લાખની કિમતના ઈંગ્લીશ દારૂનો નાશ કરવામાંમાં આવ્યો હતો. હાંસોટ રોડ પર આવેલ કડકીયા કોલેજ નજીકની ખુલ્લી જ્ગ્યામાં મામલતદાર અંકલેશ્વર એચ.જી. બેલડીયા અને વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇની હાજરીમાં આકામગીરી કરવામાં આવી હતી. વિદેશી દારૂની 40.292 બોટલ પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, 2019-20 ના વર્ષ માં ઝડપાયેલ આ ઈંગ્લીશ દારૂના જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો.