ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલી બાઈકનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સ્થળ શહેર શિતલ સર્કલથી ચોરીની મોટર સાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જિલ્લા LCB ની ટીમ જિલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરી રહી હતી. આ સમયે પીએસઆઈ ડી.એ.તુવરની ટીમને માહિતી મળી હતી કે,ભરૂચ શહેરના શીતલ સર્કલ પાસે એક ઇસમ મોટર સાયકલ નંબર GJ-16-AL- 4830 ની લઇને ઉભો છે તેની પાસેની બાઇક શંકાસ્પદ છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે શિતલ સર્કલ ખાતેથી પહોંચી મોટર સાયકલ સાથે ઉભેલા ઈસમ નામે અજય સંજયભાઇ વસાવા રહે,વાવ ફળીયુ બંબાખાના, ભરૂચનાને ઝડપી પાડ્યો હતો.પોલીસે કડક રીતે તેની પુછતાજમાં તે ભાંગી પડ્યો હતો અને આ મોટર સાયકલ તેણે બે દિવસ અગાઉ કોલેજ રોડ ઉપરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી એક મોટર સાયકલ કિંમત રૂ.15 હજાર કબ્જે કરી તેના વિરુધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે સી ડીવીઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.
ભરૂચના કોલેજ રોડ પરથી બે દિવસ પહેલા ચોરેલી બાઈક સાથે એક ઈસમને LCB ટીમે ઝડપી પાડ્યો
Views: 38
Read Time:1 Minute, 45 Second